Mahila samriddhi Yojana 2024: મહિલાઓને મળશે રૂપિયા 1,25,000 ની લોન સહાય, જાણો કેટલું હશે વ્યાજદર અને અરજી પ્રક્રિયા

Mahila samriddhi Yojana 2024: નમસ્તે મિત્રો, દેશમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર જુદી જુદી માં યોજનાઓ જાહેર કરે છે. મિત્રો જણાવી દઈએ કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ માટેની યોજનાઓ નું સંચાલન કરવામાં આવે છે. જેમકે વાલી દિકરી યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના, વિધવા સહાય યોજના વગેરે. તેમજ મહિલાઓને સ્વરોજગાર મળી રહે તેના માટે મહિલા સ્વાવલંબન યોજના જેવી લોન યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. આજના આ લેખમાં અમે તમને મહિલાઓ માટેની એક મહત્વપૂર્ણ યોજના મહિલા સમૃદ્ધિ યોજના વિશે માહિતી આપીશું જે 2 ઓક્ટોબર 1993 ના દિવસે લોન્ચ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી મહિલા સમૃદ્ધિ યોજના 2024 | Mukhyamantri Mahila samriddhi Yojana 2024

મિત્રો જણાવી દઈએ કે મહિલા સમૃદ્ધિ યોજના એક કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહિલાઓ માટેની યોજના છે. આ યોજના વિશે યુપીએસસી જેવી પરીક્ષામાં પણ પૂછવામાં આવે છે. આ યોજના એવા પરિવારની વહેલાઓ માટે છે જે ગરીબી રેખા નીચે પોતાનું જીવન ગુજારે છે અને નાનો મોટો ઉદ્યમ કરી ઘર ચલાવે છે. તેવા કુટુંબની મહિલાઓને આર્થિક સહાય કરે છે. સરકાર દ્વારા આ યોજના સામાજિક ન્યાય અને અધિકારીક મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાકીય વિકાસ નિગમ (NBCFDC) ના ભાગરૂપે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર મહિલા ડાયરેક્ટ અથવા તો સહાયક સમુહ દ્વારા એક નાનકડી રકમ સહાય તરીકે પૂરી પાડે છે.

મહિલા સમૃદ્ધિ યોજના 2024 માં મળતા લાભ

  • આ યોજના મહિલા ઉદ્યમીઓને આત્મનિર્ભર બનાવવા માટેનો એક અવસર પૂરો પાડે છે.
  • સામાજિક તેમજ આર્થિક રીતે પછાત વર્ગના પરિવારોની મહિલાઓનો વિકાસ થાય તેના માટે સક્ષમ બનાવે છે.
  • આ યોજનામાં 20 સભ્યો અથવા વધારે મજબૂત મહિલા સ્વયં સહાયતા સંગઠનોને પણ લોન આપવાની સુવિધા ધરાવે છે.
  • આ યોજનામાં એક લાભાર્થી મહિલાને મળતી લોનની રકમ ₹1,40,000 છે.
  • આ યોજના દ્વારા મેળવેલ લોનની રકમ લાભાર્થી વ્યક્તિ ડાયરેક્ટ મેળવી શકે છે.
  • આ યોજનાનો લાભ લઈને ગ્રામીણ વિસ્તારના મહિલાઓની આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
  • આ યોજનામાં જે પરિવાર બીપીએલ યાદીમાં આવતા હશે તેમને વધારે સહાયતા મળશે.
  • મહિલા પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અને આત્મનિર્ભર બની શકશે.

મહિલા સમૃદ્ધિ યોજના 2024 માટે પાત્રતા

  • આ યોજનામાં અરજી કરનાર મહિલાની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 45 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • અરજી કરનાર મહિલાના પરિવાર ની કુલ વાર્ષિક આવક રૂપિયા 3 લાખથી વધારે હોવી જોઈએ નહીં.
  • શહેરી વિસ્તારમાં રહેતી મહિલાઓની વાર્ષિક આવક રૂપિયા 55 હજારથી ઓછી હોવી જોઈએ.
  • જો મહિલા ગ્રામ્ય વિસ્તારમાં રહેતી હોય તો તેની વાર્ષિક ઘરેલુ આવક રૂપિયા 40,000 થી વધારે હોવી જોઈએ નહીં.
  • જો મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપના સદસ્ય હોય તો તો પણ તે યોજનામાં અરજી કરવા પાત્રતા ધરાવે છે.

મહિલા સમૃદ્ધિ યોજનામાં મળતી લોનની રકમ અને તેનું વ્યાજદર

મિત્રો મહિલા સમૃદ્ધિ યોજનામાં સેલ્ફ હેલ્પ ગ્રુપ અથવા ડાયરેક્ટ લાભાર્થી ના ખાતામાં લોનની રકમ મૂકવામાં આવે છે. આ યોજનામાં મહિલાઓને મળતી લોનની મહત્તમ રકમ રૂપિયા 1,50,000 છે.મહિલા સમૃદ્ધિ યોજના ગુજરાત રાજ્યના પછાત વર્ગ વિકાસ નિગમ હેઠળ રોડ લોન આપણા વ્યક્તિ દ્વારા અધિકતમ લોન પરિયોજના હેઠળ 95 ટકા સુધી સીમિત હોય છે. અને તેમાં 5 ટકા રાજ્ય જેને લાઇઝીંગ એજન્સીઓ દ્વારા મળે છે.

આ યોજના દ્વારા મહિલાઓ જે લોન મેળવે છે તેમાં તેમને વાર્ષિક 4% ના દરે વ્યાજ દર ચૂકવવાનું હોય છે. તેમજ સરકારના એક નિયમ મુજબ જે વિકલાંગ મહિલાઓ છે જેમણે આ યોજનાનો લાભ લીધેલો છે તેમને 1 ટકા વ્યાજ દર વિશેશ સહાય આપવામાં આવે છે. એટલે કે તેમને વાર્ષિક 3 ટકા વ્યાજ દર ચૂકવવાનું હોય છે.


આ પણ વાંચો: Assistance Scheme for Processing Equipment 2024:ખેતીમાં પ્રોસેસિંગના સાધનો માટે સહાય યોજના 2024, અહીં જાણો યોજનાની તમામ વિગતવાર માહિતી

મહિલા સમૃદ્ધિ યોજનામાં અરજી કરવા જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • SHG મેમ્બર આઈડી
  • જાતિનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • મોબાઈલ નંબર

મહિલા સમૃદ્ધિ યોજના 2024 ઓનલાઈન અરજી કરવા માટેની પ્રક્રિયા | Mukhyamantri Mahila samriddhi Yojana 2024

  • યોજનામાં લાભ લેવા અરજી કરવા સૌપ્રથમ તમારે https://sje.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
  • અહીં તમને મહિલા સમૃદ્ધિ યોજના નો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે મહિલા સમૃદ્ધિ યોજના એપ્લિકેશન ફોર્મ ખુલશે તેને ડાઉનલોડ કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ જરૂરી માહિતી સાચી રીતે ધ્યાનપૂર્વક કરો. અને તેની સાથે માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજો પણ અટેચ કરો.
  • એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી એકવાર ફરીથી ચેક કરી તેમાં કોઈ ભૂલ ના હોય તો સબમીટ બટન પર ક્લિક કરો.
  • તમે આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખી શકો છો.
  • આ યોજનામાં તમે એસએમએસ ના માધ્યમથી અરજીની સ્થિતિ ટ્રેક કરી શકો છો.

મહિલા સમૃદ્ધિ યોજના અંગેની મહત્વ પુર્ણ લિંકો

મહિલા સમૃદ્ધિ યોજના ઓફિશિયલ વેબસાઇટ પર જવાઅહિં ક્લિક કરો
મહિલા સમૃદ્ધિ યોજના લોન માટે અરજી ફોર્મ ભરવાઅહિં ક્લિક કરો
મહિલા સમૃદ્ધિ યોજના અરજી કરવા અંગે માર્ગદર્શન મેળવવા માટેઅહિં ક્લિક કરો
મહિલા સમૃદ્ધિ યોજના અંગે વધુ માહિત્તી માટેઅહિં ક્લિક કરો

નિષ્કર્ષ | conclusion

મિત્રો આજે તમને અમે પોતાના લેખ દ્વારા સરકાર દ્વારા મહિલાઓના કલ્યાણ માટે ચલાવવામાં આવતી મુખ્યમંત્રી મહિલા સમૃદ્ધિ યોજના વિશે માહિતી આપી. તમે આ યોજનામાં મેળવેલ માહિતી મુજબ ઓછા વ્યાજદર પર ₹1,50,000 સુધીની લોન લઈ શકો છો. જેના માટેની સ્ટેપ બાય સ્ટેપ અરજી પ્રક્રિયા ઉપર જણાવેલી છે.

Hey, My Name is Bhavesh From jamnagar, Gujarat & I Have Been Blogging Since 2 year Ago. I Have 2+ Websites Which I Manage by Myself. Currently I Have running second year My BCA (Bachelor of Computer Application) Degree.

Leave a Comment