Smartphone Sahay Yojana 2024: સ્માર્ટફોન સહાય યોજના ગુજરાત 2024, ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા પર મળશે સબસિડી, આ રીતે કરો અરજી

Smartphone Sahay Yojana 2024: નમસ્તે મિત્રો, આપણો ભારત દેશ માં રહેતા ખેડૂતોની સહાય કરવા માટે ઘણા બધા પ્રોજેક્ટ અને જુદીજુદી પહેલો ચલાવે છે અને ખેડૂતો માટે તેને પૂરી પાડે છે. અને આવી જ એક ખેડૂતો માટે કલ્યાણકારી યોજના છે જેનું નામ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના. જેના સંચાલન માટે સરકાર દ્વારા પીએમ કિસાન પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે.

Smartphone Sahay Yojana 2024

તેની સાથે ગુજરાત રાજ્ય સરકાર પણ ખેડૂતોની સહાય માટે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જુદા જુદા કાર્યક્રમો ચલાવે છે. જેના માટે આઇ ખેડૂત પોર્ટલ ની સ્થાપના કરવામાં આવેલી છે. ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતોને ડિજિટલ કરવાના હેતુથી સ્માર્ટફોન સહાય યોજના શરૂ કરી છે. અમે તમને યોજના વિશેની જાણકારી આપીશું.

સ્માર્ટફોન સહાય યોજના 2024 | Smartphone Sahay Yojana 2024

અત્યારના સમયમાં કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો યુગ આવી ગયો છે ડિજિટલ સેવાઓ નો ઉપયોગ વધી રહ્યો છે. આપણા ગુજરાત રાજ્યમાં પણ તેમાં સતત વિકાસ થઈ રહ્યો છે. અને તેની સાથે સાથે ખેડૂતો ખેતીથી પોતાની આવકમાં વધારો કરવા નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. ખેડૂતો હવે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વરસાદની આગાહી હવામાનની આગાહી પાકમાં થતા રોગ વગેરે માહિતી મેળવી શકે છે. જેના માટે ખેડૂતો મોબાઈલ ખરીદી શકે તેના હેતુથી રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજના 2024 શરૂ કરવામાં આવેલી છે.

સ્માર્ટફોન સહાય યોજનાનો ઉદ્દેશ્ય

ગુજરાત રાજ્યના ખેડૂતો અત્યારના સમયમાં ઉપલબ્ધ તમામ ડિજિટલ સેવાનો ઉપયોગ કરી શકે અને તેનો લાભ લઈ શકે તેને સૌથી વધારે પ્રાથમિકતા આપવાની છે. ખેડૂતો પોતાના હાથમાં રહેલા મોબાઈલ ફોન દ્વારા ખેતી વિશેની તમામ વિગતવાર માહિતી કૃષિ સહાય નિયંત્રણ પદ્ધતિઓ વગેરે મેળવી શકે અને તેનાથી સજ્જત થાય. અને આ તમામ પ્રકારની સુવિધા માટે અને આવા પ્રકારના હેતુથી સ્માર્ટફોન સહાય યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે.

સ્માર્ટફોન સહાય યોજનામા મળતા લાભ

  • આ યોજનામાં પહેલા લાભાર્થીને 10% સબસીડી આપવામાં આવતી હતી પરંતુ હવે તે વધાવીને 40% કરી દેવામાં આવી છે.
  • ખેડૂતોને પોતાની મોબાઇલની કિંમતના 40% અથવા તો રૂપિયા 6,000 બેમાંથી જે ઓછું હોય તેની મદદ મળશે.
  • ઉદાહરણ તરીકે જો ખેડૂત મિત્રો 8000 નો સ્માર્ટફોન ખરીદે છે તો તેમને રૂપિયા 3200 ની સબસીડી આપવામાં આવશે જે તેમના કુલ ખર્ચના 40% થાય છે.
  • સ્માર્ટફોન સાથે તમામ ઉપકરણોની જેમ કે હેડફોન ચાર્જર પાવર બેંક વગેરે પ્રદાન કરવામાં આવશે નહીં.

સ્માર્ટફોન સહાય યોજના 2024 પાત્રતા

  • યોજનામાં અરજી કરનાર ઉમેદવાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
  • અરજી કરનાર ઉમેદવાર પાસે પોતાની જમીન હોવી જોઈએ.
  • આ યોજના ફક્ત સ્માર્ટફોન ખરીદનારને જ પાત્રતા આપે છે.
  • ખેડૂત માલિક અથવા તો બહુ જ ખાતા ધરાવતો હોય તેમ છતાં માત્ર એક જ પ્રસંગમાં સલાહ આપવામાં આવશે.

આ પણ વાંચો: vahli dikri yojana in gujarati: વ્હાલી દિકરી યોજના ગુજરાત 2024, સરકાર દ્વારા દિકરીઓને મળશે રૂપિયા 1,10,000 ની સહાય, અહિ જાણો કેવી રીતે કરવી અરજી

સ્માર્ટફોન સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • બેંક પાસબુક
  • સ્માર્ટફોનનું જીએસટી વાળું બિલ
  • મોબાઈલ ફોનનો IMEI નંબર
  • ખેડૂત ની જમીન ના દસ્તાવેજ

સ્માર્ટફોન સહાય યોજના 2024 ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા | Smartphone Sahay Yojana 2024

  • સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલની ઓફિસિયલ વેબસાઇટ ખોલો.
  • અહીં વેબસાઈટ ના હોમપેજ પર યોજના નો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરવાનું છે.
  • હવે નવા પૃષ્ઠ પર ખેતીવાડીની યોજનાઓ ની પસંદગી કરવાની રહેશે.
  • હવે અહીં તમને સ્માર્ટફોન સહાય યોજના 2024 નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • જો તમે આ યોજનાનો પહેલીવાર રજીસ્ટ્રેશન કરો છો તો એપ્લાય બટન પર ક્લિક કરો.
  • જો સૌ પ્રથમ તમે સાઇન અપ કરો છો તો તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો.
  • જો તમે પહેલા યોજનામાં લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરેલી નથી તો “ના” વિકલ્પની પસંદગી કરો અને અરજી માટે આગળ વધો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલી તમામ જરૂરી માહિતી ખેડૂતને ભરવાની રહેશે અને તેના પછી સેવ બટન પર ક્લિક કરો.
  • એકવાર તમે અરજી સબમીટ કરો છો તેના પછી તમે તેમાં કોઈપણ ફેરફાર કરી શકતો નહીં.

આ પણ વાંચો: Pm vishwakarma e voucher kaise use kare: પીએમ વિશ્વકર્મા યોજનામાં મળેલ ટૂલકીટ નો ઉપયોગ કેવી રીતે કરવો ? અહીં જાણો વાઉચર રીડીમ કરવાની પ્રક્રિયા

નિષ્કર્ષ | conclusion

મિત્રો આજના આ લેખમાં અમે તમને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય કરતી યોજના, સ્માર્ટ ફોન સહાય યોજના 2024 વિશે માહિતી આપી છે. આ યોજના મુજબ તમે સ્માર્ટફોન ખરીદવા પર સરકાર દ્વારા 40% સુધી સબસિડી મેળવી શકો છો. યોજનાનો લાભ લેવા તમારે આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

Hey, My Name is Bhavesh From jamnagar, Gujarat & I Have Been Blogging Since 2 year Ago. I Have 2+ Websites Which I Manage by Myself. Currently I Have running second year My BCA (Bachelor of Computer Application) Degree.

Leave a Comment