Namo Sarasvati Yojana 2024: નમો સરસ્વતી યોજના 2024, વિદ્યાર્થીઓને મળશે કુલ રૂપિયા 25000 ની શિષ્યવૃત્તિ, જાણો કોણ લઇ શકે છે યોજનાનો લાભ

Namo Sarasvati Yojana 2024: નમસ્તે મિત્રો, ગુજરાત રાજ્યના નાણાકીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા તારીખ 2 ફેબ્રુઆરી 2024 ના રોજ સરકારનું વર્ષ 2024-25 માટેનું બજેટ વિધાનસભામાં જાહેર કરવામાં આવ્યું હતું. અને આ બજેટની ભાષાને દરમિયાન તેમણે આગામી વર્ષ માટે ત્રણ નવી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવા માટેની જાહેરાત કરી હતી. અને આ ત્રણ યોજનાઓ માની એક કલ્યાણકારી યોજના છે નમો સરસ્વતી યોજના જેને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે. ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના એક મહત્વપૂર્ણ લાભદાય યોજના છે.

Namo Sarasvati Yojana 2024 

નમો સરસ્વતી યોજના લાગુ કર્યા બાદ તેને બીજા ઘણા બધા નામોથી પણ ઓળખવામાં આવે છે જેમ કે-નમો સરસ્વતી મેરીટ સ્કોલરશીપ સ્કીમ, નમો સરસ્વતી મેરીટ છાત્રવૃદ્ધિ યોજના, ગુજરાત વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ સ્કીમ, નમો સરસ્વતી સ્કીમ વગેરે

નમો સરસ્વતી યોજના નો ઉદ્દેશ્ય | Namo Sarasvati Yojana 2024 

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રાજ્યમાં 10મા ધોરણમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ 11 માં ધોરણમાં વિજ્ઞાન વિષયની પસંદગી કરે તેના માટે પ્રોત્સાહિત કરવાનો છે. ધોરણ 11માં વિજ્ઞાન વિષયની પસંદગી કરીને લાભાર્થી વિદ્યાર્થીઓ આવનારા સમયમાં પોતાના ભવિષ્યમાં ઘણા બધા અવસર ટેકનોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રમાં મેળવી શકે છે. ગુજરાત રાજ્ય સરકારનું એવું માનવું છે કે નમો સરસ્વતી યોજના લાગુ થયા પછી રાજ્યના વિજ્ઞાન વિષયમાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 2 લાખથી વધીને 5 લાખ થઈ જશે.

આ યોજનામાં વિદ્યાર્થીઓને ધોરણ 11 માં 10000 રૂપિયા અને ધોરણ 12 માં 15000 રૂપિયાની આર્થિક સહાય સ્કોલરશીપ રૂપે કરવામાં આવશે. અને આ યોજનાનું સારી રીતે સંચાલન કરવા માટે સરકાર દ્વારા 250 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. યોજના લાગુ કર્યા પછી સરકાર દ્વારા તેના દિશા નિર્દેશો પણ જાહેર કરવામાં આવશે જેમાં યોજના વિશેની અન્ય માહિતી પણ જણાવવામાં આવશે.

યોજનાનું નામનમો સરસ્વતી યોજના
યોજનાની શરૂઆતગુજરાત રાજ્ય સરકાર દ્વારા
લાભાર્થીધોરણ 11 અને 12 ના વિજ્ઞાન વિષયના વિદ્યાર્થીઓ
સ્કોલરશીપ-કુલ રૂપિયા 25000
-ધોરણ 11 રૂપિયા 10,000
-ધોરણ 12 રૂપિયા 15000
યોજનાનું બજેટ250 કરોડ રૂપિયા
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટટૂંક જ સમયમાં લોન્ચ થશે

નમો સરસ્વતી યોજનામાં મળતા લાભ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ને સ્કોલરશીપ આપવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે જેમાં જે વિદ્યાર્થી દસમા ધોરણમાં ઉત્તીર્ણ થઈને 11 મા ધોરણમાં વિજ્ઞાન વિષયની પસંદગી કરે છે તો તેમને ₹10,000 ની આર્થિક સહાય કરવામાં આવે છે. તેમજ ધોરણ 12 માં રૂપિયા ૧૫ હજારની સ્કોલરશીપ આપવામાં આવે છે. આમ આ યોજનામાં કુલ મળીને ધોરણ 11 અને 12 માં 25000 રૂપિયાની સહાય કરવામાં આવે છે.

નમો સરસ્વતી યોજના માટે પાત્રતા

નમો સરસ્વતી યોજનામાં પ્રતિ વર્ષ આર્થિક સહાયતા એટલે કે શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે કે જે વિદ્યાર્થીઓ નીચેની પાત્રતા ધરાવે છે.-

  • અરજદાર વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • અરજી કરનાર લાભાર્થી વિદ્યાર્થી ગરીબી રેખા નીચે અથવા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતો હોવો જોઈએ.
  • અરજી કરનાર વિદ્યાર્થીની પરિવારની વાર્ષિક આવક રૂપિયા 2 લાખથી ઓછી હોવી જોઈએ.
  • વિદ્યાર્થીના ધોરણ 10 માં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ.
  • લાભ લેનાર વિદ્યાર્થી ધોરણ 11 અથવા 12 માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • તે વિદ્યાર્થી વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરતો હોવો જોઈએ તો જ તે સ્કોલરશીપ માટે પાત્ર છે.

આ પણ વાંચો: Mahila samriddhi Yojana 2024: મહિલા સમૃદ્ધિ યોજના 2024, આ મહિલાઓને મળશે સરકાર દ્વારા રૂપિયા 1,50,000 ની લોન સહાય, અહી જાણો કેટલું હશે વ્યાજદર અને અરજી પ્રક્રિયા

નમો સરસ્વતી યોજના માટે જરૂરી દસ્તાવેજ

આ યોજનાનો લાભ લેવા અરજી કરવા નીચે મુજબના દસ્તાવેજો ની જરૂર પડશે –

  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • જાતિનું પ્રમાણપત્ર
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક
  • મોબાઈલ નંબર
  • 10મા ધોરણની માર્કશીટ
  • માતા પિતા નું આધાર કાર્ડ
  • અન્ય જરૂરી દસ્તાવેજ

આ પણ વાંચો: Shramyogi Shikshan Sahay Yojana 2024: શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2024, પાત્રતા ,મળતો લાભ ,જરૂરી દસ્તાવેજ અરજી પ્રક્રિયા

નમો સરસ્વતી યોજના અરજી કરવા માટેની પ્રક્રિયા | Namo Sarasvati Yojana

  • નમો સરસ્વતી યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • અરજી કરવા સૌપ્રથમ તમારે ગુજરાત રાજ્ય સરકારની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • હવે તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે જેમાં નમો સરસ્વતી યોજનાનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા પછી તમારી સામે આ યોજનાનું એપ્લિકેશન ફોર્મ ખૂલી જશે.
  • હવે આ એપ્લિકેશન ફોર્મમાં તમારે પૂછવામાં આવેલી તમામ માહિતી જેમકે વિદ્યાર્થીનું નામ, તેનો મોબાઈલ નંબર, જિલ્લો, વિદ્યાર્થી કયા ધોરણમાં છે વગેરે ધ્યાનપૂર્વક સારી રીતે ભરવાની રહેશે.
  • તમામ માહિતી ભરાઈ ગયા પછી એકવાર ફરીથી એપ્લિકેશન ફોર્મ ચેક કરી તેમાં કોઈ ભૂલ ના હોય તો સબમીટ બટન પર ક્લિક કરો.
  • તમે આ એપ્લિકેશન ફોર્મ ની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી શકો છો.
  • નોંધ:- અત્યારે સરકાર દ્વારા આ યોજનામાં અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ લોન્ચ કરવામાં આવેલી નથી પરંતુ જ્યારે પણ લોન્ચ કરવામાં આવશે ત્યારે તમે ઉપરની પ્રક્રિયાનું શરીરને અરજી કરી શકો છો.

નિષ્કર્ષ | conclusion

મિત્રો આજના આ લેખમાં અમે તમને નમો સરસ્વતી યોજના વિશે માહિતી આપી છે. આ યોજનામાં વિદ્યાર્થીઓને ધોરણ 11 માં 10,000 તેમજ ધોરણ 12 માં રૂપિયા 15000 એમ કુલ મળીને 25000ની સહાય કરવામાં આવે છે જે તેમને સ્કોલરશીપ રૂપે આપવામાં આવે છે. યોજના માટેની પાત્રતા અરજી કરવા દસ્તાવેજ અને અરજી કરવા માટેની પ્રક્રિયા વિશેની માહિતી અમે તમને ઉપર જણાવેલી છે.

Hey, My Name is Bhavesh From jamnagar, Gujarat & I Have Been Blogging Since 2 year Ago. I Have 2+ Websites Which I Manage by Myself. Currently I Have running second year My BCA (Bachelor of Computer Application) Degree.

Leave a Comment