Aadhar Card update online 2024: આધારકાર્ડ અપડેટ કરાવવા સરકારનો આદેશ, આ રીતે ઓનલાઇન માધ્યમથી ઘર બેઠા કરો આધાર કાર્ડ અપડેટ.

Aadhar Card update online 2024: આધારકાર્ડ અપડેટ કરાવવા સરકારનો આદેશ, આ રીતે ઓનલાઇન માધ્યમથી ઘર બેઠા કરો આધાર કાર્ડ અપડેટ.મિત્રો જણાવી દઈએ કે,UIDAI દેશના તમામ નાગરિકોને કે જેઓ પોતાનું આધારકાર્ડ ધરાવે છે તેમને આધાર કાર્ડ અપડેટ,ઓળખ પ્રમાણ ( POI) અને પોતાનું રહેઠાણ નું પ્રમાણ ( POA) વગેરે દસ્તાવેજો ને અપડેટ કરવાનો આગ્રહ કરે છે. જેથી જે નાગરિકોને પોતાનું આધાર કાર્ડ નીકાળ્યા પછી અત્યારે 10 વર્ષ પૂરા થઈ ગયા છે તેમણે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે.

આધારકાર્ડ અપડેટ ઓનલાઇન | Aadhar Card update online 2024

મિત્રો, આધારકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કાર્ય કરે છે. અને તેને અપડેટ કરવાનું સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. MyAadhar પોર્ટલ પર આધારકાર્ડને એકદમ મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જુન 2024 છે. આ સમય સુધી તમે એકદમ મફતમાં આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. ત્યારબાદ તમારે આધાર કાર્ડ અપડેટ કરવા માટે પૈસાની ચુકવણી કરવી પડશે.

શરૂઆતના સમયમાં UIDAI દ્વારા આધાર કાર્ડ ની અપડેટ કરવા માટેનો સમય 14 માર્ચ 2024 સુધી એકદમ મફત ઓનલાઈન આપ આધાર કાર્ડ અપડેટ કરવા માટે કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેમાં વધારો કરીને તેને 14 જુન 2024 સુધી લંબાવવામાં આવ્યો છે. જેથી હવે તમે આ સમય સુધી MyAadhaar પોર્ટલ પર એકદમ મફતમાં ઓનલાઇન માધ્યમમાં આધારકાર્ડ અપડેટ કરી શકો છો.

આ પણ વાંચો: Aadhar Mobile Link: તમારા આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક છે કે નહિ, અહીં થી ઓનલાઇન ચેક કરો

આધારકાર્ડ અપડેટ કરાવવા કેટલો થશે ચાર્જ

MyAadhaar હોટલ પર ઓનલાઇન માધ્યમમાં એકદમ મફતમાં આધારકાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જુન 2024 છે. પરંતુ જો તમે તેને આધાર કેન્દ્ર પર અપડેટ કરાવો છો તો અહીં મફતમાં નહીં થાય. આધાર કેન્દ્ર પર જ્યારે તમે આધાર કાર્ડ અપડેટ કરો છો તો તે સમયે તમારે ₹50 ચાર્જ આપવાનો રહેશે.

જો કોઈ વ્યક્તિ આપેલ સમય એટલે કે 14 જુન 2024 સુધી આધારકાર્ડ અપડેટ કરાવતો નથી અને તેના પછી જો આધાર અપડેટ કરાવે છે તો તેને કેટલાક ચાર્જની ચુકવણી કરવી પડશે. જો વ્યક્તિ ઓનલાઈન માધ્યમમાં આધાર કાર્ડ અપડેટ કરશે તો તેને 25 રૂપિયા તેમજ આધાર કેન્દ્ર પર અપડેટ કરાવશે તો તેને ₹50 ચાર્જની ચુકવણી કરવાની રહેશે.

આ પણ વાંચો : ઘરે બેઠા આધાર કાર્ડમાં નામ સરનામું બદલો, તમામ માહિતી માટે અહીં ક્લિક કરો

આધારકાર્ડ અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • પાસપોર્ટ
  • વોટર આઇડી કાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • બેંક પાસબુક
  • વીજળી અથવા ગેસ કનેક્શન નું ત્રણ મહિનાનું બિલ
  • આવકનું પ્રમાણપત્ર

ઘરે બેઠા આધાર કાર્ડ ઓનલાઇન અપડેટ કરવાની પ્રક્રિયા | Aadhar Card update online

  • ઓનલાઇન માધ્યમમાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે સૌપ્રથમ તમારે MyAadhaar પોર્ટલ પર જવાનું રહેશે.
  • અહીં લોગીન બટન આપેલું હશે તેના પર ક્લિક કરો. અહીં પોતાનો આધારકાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને ઓટીપી બટન પર ક્લિક કરો.
  • તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તેને દાખલ કરી લોગીન બટન પર ક્લિક કરો.
  • હવે અહીં ડોક્યુમેન્ટ અપડેટ બટન આપેલું હશે તેના પર ક્લિક કરો.
  • અહીં પોતાનો રહેઠાણનો પુરાવો અને ઓળખ પત્ર દસ્તાવેજ અપલોડ કરો તેના પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે તમારી ઇમેલ આઇડી પર તમને SRN નંબર મોકલવામાં આવશે જેના આધારે તમે તમારા આધાર કાર્ડ અપડેટ ની સ્થિતિ ચેક કરી શકો છો.
  • ફક્ત સાત દિવસમાં તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે.

નિષ્કર્ષ | conclusion

મિત્રો, સરકાર ના નિયમ મુજબ હવે તમારે પોતાનું આધારકાર્ડ અપડેટ કરાવવાનું હોય છે. અમે તમને ઓનલાઇન માધ્યમમાં આધાર કેવી રીતે અપડેટ કરાવવું તેના વિશેની માહિતી આપી છે અને તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા વિશે પણ જણાવેલું છે જેના આધારે તમે ઘરે બેઠા સરળતાથી આધાર કાર્ડ અપડેટ કરી શકો છો.

Hey, My Name is Bhavesh From jamnagar, Gujarat & I Have Been Blogging Since 2 year Ago. I Have 2+ Websites Which I Manage by Myself. Currently I Have running second year My BCA (Bachelor of Computer Application) Degree.

Leave a Comment