Anubandham Gujarat Rojgar Portal Online Registration: હવે રોજગાર મેળવવા નહીં જવું પડે બહાર, ઘરે બેઠા મેળવો ઑનલાઇન નોકરી

Anubandham Gujarat Rojgar Portal Online Registration: નમસ્કાર મિત્રો, બેરોજગાર વ્યક્તિઓને રોજગારની સુવિધા આપવા માટે સરકાર દ્વારા જુદા જુદા પ્રકારના પોર્ટલ ચલાવવામાં આવે છે. અને આ પોર્ટલોમાં નોકરીઓ માટે નાગરિકોએ અરજી કરી શકે છે. તેમાં ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને રોજગાર આપવા માટે અનુબંધમ પોર્ટલ ની શરૂઆત કરેલી છે. અને આ પોર્ટલ દ્વારા જે વ્યક્તિઓ નોકરી શોધી રહ્યા છે તેમને રોજગાર મળી શકે છે ઘરે બેઠા મેળવો ઑનલાઇન નોકરી આપનાર વ્યક્તિઓને કર્મચારીઓ મળી શકે છે કે જેમણે તેઓ પોતાની નોકરી પર રાખી શકે છે. અમે તમને આજના આ લેખ દ્વારા અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને તેના માટે ની પાત્રતા, જરૂરી દસ્તાવેજ વગેરે વિશે જણાવીશું.


anubandham Gujarat rojgar portal online registration

શું છે અનુબંધમ પોર્ટલ ? Anubandham Gujarat Rojgar Portal Online Registration

ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રહેતા નાગરિકો માટે આ પોર્ટલની શરૂઆત કરવામાં આવેલી છે. આ પોર્ટલ શ્રમ અને કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત હેઠળના રોજગાર અને તાલીમ નિયામક ના માર્ગદર્શન મુજબ કાર્ય કરે છે. આની મદદથી નાગરિકો રોજગાર પણ મેળવી શકે છે. આ પોર્ટલમાં નોકરી આપનાર વ્યક્તિઓ પોતાના કામ પર ની નોકરીઓ માટેની ખાલી જગ્યા અપલોડ કરે છે અને નોકરી શોધનાર વ્યક્તિઓ પોતાની યોગ્યતા મુજબ અહીં રહેલી ખુલ્લી જગ્યા ઉપર અરજી કરી શકે છે. અત્યારે આપણા દેશમાં બેરોજગારી વધી રહી છે તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે.

અનુબંધમ પોર્ટલમાં મળતા લાભ અને વિશેષતાઓ

  • ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં રહેતા નાગરિકો માટે આ પોર્ટલ લોન્ચ કરેલું છે.
  • આ પોર્ટલ દ્વારા બેરોજગાર નાગરિકોને રોજગારની તક મળે છે.
  • આ પોર્ટલ પર નોકરી આપનાર વ્યક્તિઓ નોકરી ન ખાલી જગ્યાઓ અપલોડ કરે છે.
  • તેમજ નોકરીની શોધ કરનાર વ્યક્તિઓ પોતાની યોગ્યતા મુજબ રોજગાર માટે અહીં અરજી કરી શકે છે.
  • આ પોર્ટલ પર લાભ લેવા માટે ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની હોય છે.
  • નાગરિકો પોતાના ઘરે બેઠા આરામથી નોકરી મેળવવા માટે અરજી કરી શકે છે.

અનુબંધમ પોર્ટલમાં અરજી કરવા માટેના દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • જાતિનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • મોબાઈલ નંબર

અનુબંધમ પોર્ટલની આંકડાકીય માહિતી

મિત્રો અત્યાર સુધીમાં આ પોર્ટલ પર જોબ સીકરની 382263 ખાલી જગ્યાઓ નોંધવામાં આવેલી છે તેમ જ 41118 એમ્પ્લોય દ્વારા અહીં અરજી કરવામાં આવેલી છે. અત્યાર સુધીમાં આ પોર્ટલ પર 198017 જોબ પોસ્ટ કરવામાં આવેલી છે.

આ પણ વાંચો : નમો લક્ષ્મી યોજનામાં ધો.9 થી 12ની વિદ્યાર્થીઓને મળશે રૂ.50,000 ની સહાય

અનુબંધમ પોર્ટલ પર નોકરી માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા

  • સૌ પ્રથમ અનુબંધમ પોર્ટલની સત્તાવાર વેબસાઈટ Anubandham.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
  • હોમ પેજ પર રજીસ્ટ્રેશન લિંક હશે તેના પર ક્લિક કરો.
  • અહીં જોબ સીકર નો વિકલ્પ હશે તેની પસંદગી કરો. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અથવા ઇમેલ એડ્રેસ દાખલ કરો.
  • હવે નેક્સટ બટન પર ક્લિક કરો.
  • તમારી સામે હવે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં પૂછવામાં આવેલી આવશ્યક માહિતી દાખલ કરો.
  • તેની સાથે આવશ્યક દસ્તાવેજ પણ સ્કેન કરી અપલોડ કરો.
  • ત્યારબાદ સાઈન અપ ઓપ્શન પર ક્લિક કરો.

અનુબંધમ પોર્ટલ પર એમ્પ્લોયર તરીકે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા | anubandham Gujarat rojgar portal online registration

  • એમ્પ્લોયર તરીકે નોંધણી કરવા સૌપ્રથમ અનુંબંધમ પોર્ટલ સત્તાવાર વેબસાઈટ ખોલો.
  • અહીં હોમ પેજ પર રજીસ્ટ્રેશન લિંક આપેલી હશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમને એમ્પ્લોયર તરીકે નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • તમારો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઇડી દાખલ કરો.
  • તમારા મોબાઇલ ફોન પર એક ઓટીપી મોકલવામાં આવશે તેને અહીં દાખલ કરો અને જનરેટ બટન પર ક્લિક કરો.
  • નવા પેજ પર એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં જરૂરી વિગતો ભરવાની રહેશે.
  • હવે નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
  • હવે સાઇન અપ કરો.
  • હવે ફરીથી તેની સત્તા પર વેબસાઈટ પર જાઓ હોમપેજ ખોલો અને લોગીનના ઓપ્શન પર ક્લિક કરો.
  • તમારું ઇમેલ આઇડી અથવા મોબાઈલ નંબર તથા કેપ્ચા કોડ દાખલ કરો અને સાઈન ઈન પર ક્લિક કરો.

નિષ્કર્ષ | conclusion

મિત્રો, આજના આ લેખમાં અમે તમને અનુબંધમ પોર્ટલ વિશે માહિતી આપેલી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેની શરૂઆત કરવામાં આવેલી છે જેમાં બેરોજગાર વ્યક્તિઓ નોકરી મેળવવા માટે અરજી કરી શકે છે તેમજ નોકરી દાતા વ્યક્તિઓ પોતાની ખાલી જગ્યા માટે કર્મચારીઓ શોધી શકે છે. આ પોર્ટલ પર અરજી કરવાની પ્રક્રિયા અમે સ્ટેપ બાય સ્ટેપ જણાવેલી છે.

Hey, My Name is Bhavesh From jamnagar, Gujarat & I Have Been Blogging Since 2 year Ago. I Have 2+ Websites Which I Manage by Myself. Currently I Have running second year My BCA (Bachelor of Computer Application) Degree.

Leave a Comment