Assistance Scheme for Processing Equipment 2024:ખેતીમાં પ્રોસેસિંગના સાધનો માટે સહાય યોજના 2024, અહીં જાણો યોજનાની તમામ વિગતવાર માહિતી

Assistance Scheme for Processing Equipment 2024: નમસ્તે મિત્રો, દેશને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સહાય કરવા માટે ઘણી બધી યોજનાઓનું સંચાલન કરવામાં આવે છે. જેમાં ખેડૂતો માટે વિદ્યાર્થીઓ માટે તથા મહિલાઓ માટે ઘણી બધી લાભકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ગુજરાત રાજ્ય કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થાય તેના માટે ઘણી વિવિધ લાભકારી યોજનાઓ ચલાવવામાં આવે છે.

Assistance Scheme for Processing Equipment 2024

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલન કરનાર વ્યક્તિઓની સહાય માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલું છે. અને આ પોર્ટલ દ્વારા સરકાર તમામ કૃષિ યોજનાઓનું સંચાલન કરે છે. આજના આ લેખમાં અમે તમને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની સહાય માટે શરૂ કરવામાં આવેલ એક બાગાયતી યોજના જેનું નામ છે પ્રોસેસિંગ સાધનો માટે સહાય યોજના તેના વિશે માહિતી આપીશું.

આસિસ્ટન્ટ સ્કીમ ફોર પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ 2024 | Assistance Scheme for Processing Equipment 2024

મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ બાગાયતી યોજનાઓનું સંચાલન કરવામાં આવે છે જે આઇ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે. ખેડૂતોને ખેતી કરવામાં સરળતા રહે અને તેમનો ખેતીનો ખર્ચ ઓછો થાય તેના માટે ખેડૂતો કાપણીના સાધનો ઓછી કિંમતમાં કરી ખરીદી શકે તે માટે સરકાર દ્વારા આ યોજનામાં સહાય કરવામાં આવે છે.

યોજનાનું નામAssistance Scheme for Processing Equipment 2024
યોજનાનો ઉદ્દેશ્યખેડૂતોને પ્રોસેસિંગના સાધનો ખરીદવા માટે સહાય આપવા
લાભાર્થીગુજરાત રાજ્યના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://ikhedut.gujrat.gov.in/

આસિસ્ટન્ટ સ્કીમ ફોર પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ 2024 યોજનાનો ઉદ્દેશ્ય

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો તથા પશુપાલન કરતા નાગરિકોને ખેતીમાં સહાય કરવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતો ખેતીના કાર્યો કરવા માટે જરૂરી સાધનો ઓછી કિંમતે ખરીદી શકે તેવા હેતુથી આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. ત્યારબાદ તેઓ પોતાના પાકનું પ્રોસેસિંગ કરીને બજારમાં સારા ભાવમાં તેને વહેંચી શકે છે.

પ્રોસેસિંગ સાધનો માટે સહાય યોજના 2024 માં મળતા લાભ

  • HR – 2 :- આ સ્કીમમાં કુલ ખર્ચના 25 ટકા અથવા તો રૂપિયા 1,50,000 બંનેમાંથી જે ઓછું હોય તે સહાય કરવામાં આવે છે. પાંચ વર્ષમાં ફક્ત એક વાર સહાય મળશે.
  • HR – 3:- આ સ્કીમ અનુસૂચિત જનજાતિના નાગરિકો માટે છે જેમા, આ સ્કીમમાં પણ ખર્ચના 25% અથવા રૂપિયા 1,50,000 બંનેમાંથી જે ઓછું હોય તે મળશે. તેમજ કોઈ સરકારી સંસ્થાને 75% અથવા ₹4,50,000 બંનેમાંથી જે ઓછું હોય તે મળશે.
  • HR – 4:- આ સ્કીમ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે છે. તેમને કુલ ખર્ચના 50% અથવા ₹3 લાખ બંનેમાંથી જે ઓછું હોય તેની સહાય મેળવવા પાત્ર છે. તેમજ કોઈ સરકારી સંસ્થા હોય તો તેમણે ૨૫ ટકા અથવા તો 4,50,000 બંનેમાંથી જે ઓછું થાય તે સહાય મળશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • અરજદાર વ્યક્તિનો આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • અરજદાર ખેડૂતની જાતિનું સર્ટિફિકેટ
  • અરજી કરનાર લાભાર્થી ખેડૂતના જમીનના 7/12 દસ્તાવેજ
  • જો અરજી કરનાર ખેડૂત વિકલાંગ હોય તો તેનું પ્રમાણપત્ર
  • અરજી કરનાર લાભાર્થી ખેડૂત ટ્રાઇબલ વિસ્તારનો રહેવાસી હોય તો વન અધિકારી પત્રની નકલ
  • લાભાર્થી વ્યક્તિ સહકારી મંડળનો સભ્ય હોય તો તેની વિગત
  • લાભાર્થી વ્યક્તિ દૂધ ઉત્પાદક સહકારી મંડળનો સભ્યપદ ધરાવતો હોય તો તેની વિગત
  • અરજદાર લાભાર્થી ખેડૂત નો મોબાઇલ નંબર

આ પણ વાંચો: silai machine yojana gujarat: મફત સિલાઈ મશીન યોજના 2024, સિલાઈ મશીન ખરીદવા મહિલાઓને મળશે રૂપિયા 15,000ની સહાય, અહી જાણો અરજી પ્રક્રિયા

પ્રોસેસિંગ ના સાધનો માટે સહાય યોજના 2024 અરજી પ્રક્રિયા | Assistance Scheme for Processing Equipment 2024

  • તમે આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરીને આ યોજનાનો લાભ લઇ શકો છો.
  • અરજી કરવા સૌ પ્રથમ તમારી આઇ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે.
  • અહીં તેના હોમ પેજ પર તમને યોજનાનો વિકલ્પ આપેલો હશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • તમને અહીં બાગાયતી યોજનાઓ નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
  • અહીં “કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન”એવું લખેલું હશે તેના પર ક્લિક કરો.
  • “પ્રોસેસિંગના સાધનો” અરજી કરો એવો વિકલ્પ હશે તેના પર ક્લિક કરો.
  • જો તમે આઇ ખેડૂત પોર્ટલ પર પહેલાથી રજિસ્ટ્રેશન કરેલું છે તો તમને અહીં,”હા” એવો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો અને જો નથી કર્યું તો “ના” એવું લખેલું હશે તેના પર ક્લિક કરો.
  • જો તમે પહેલાથી અહીં રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો. અને અરજી પ્રક્રિયા શરૂ કરો.
  • હવે અરજદાર ખેડૂતે માંગવામાં આવેલી તમામ વિગત ભરવાની રહેશે. સબમીટ બટન પર ક્લિક કરો.
  • તમે આ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી શકો છો.

આ પણ વાંચો: શિક્ષણ સહાય યોજના: સરકાર દ્વારા વિદ્યાર્થીઓને રૂ.1800 થી રૂ. 2 લાખ સુધીની મળે છે સહાય

નિષ્કર્ષ | conclusion

મિત્રો, આજે અમે તમને ગુજરાત રાજ્ય સરકાર બાગાયત વિભાગ દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવતી પ્રોસેસિંગ માટે ખેડૂતોના સાધનો સહાય યોજના વિશે માહિતી આપી. અને તેની સાથે તમે આ યોજના માટે કેવી રીતે અરજી કરી શકો છો તે પણ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જણાવી છે.

Hey, My Name is Bhavesh From jamnagar, Gujarat & I Have Been Blogging Since 2 year Ago. I Have 2+ Websites Which I Manage by Myself. Currently I Have running second year My BCA (Bachelor of Computer Application) Degree.

Leave a Comment