Dairy Farming Loan 2024 : ડેરી ફાર્મિંગ લોન યોજના 2024, સરકાર દ્વારા મળશે આર્થિક સહાય, આ રીતે કરો અરજી

Dairy Farming Loan 2024 : નમસ્તે મિત્રો, જો તમે પણ પોતાનું ડેરી ફાર્મ ખોલવા માંગો છો પરંતુ તેને શરૂ કરવા માટે તમારી પાસે પૈસા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે સરળતાથી ડેરી ફાર્મ ખોલી શકો છો આજે અમે તમને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક યોજના વિશે માહિતી આપીશું તેના દ્વારા તમે સરળતાથી લોન લઈને પોતાનો ડેરી ફાર્મ ખોલી શકો છો. આ યોજનાનું નામ છે ડેરી ફાર્મિંગ યોજના. મિત્રો ડેરી ફાર્મિંગ લોન યોજના હેઠળ સરકાર દ્વારા ડેરી ફાર્મ ખોલવા માટે લોન આપવામાં આવે છે જેનો લાભ લઈને તમે સરળતાથી પોતાનું વ્યવસાય શરૂ કરી શકો છો.

Dairy Farming Loan 2024

જો તમે પણ પોતાનો ડેરી ઉદ્યોગ શરૂ કરવા માંગો છો અને ડેરી ફાર્મિક લોન લેવા માંગો છો તો આજનો આ લેખ તમારા માટે છે તમે તેને ઓનલાઈન માધ્યમમાં અરજી કરી શકો છો. આજના આ લેખમાં અમે તમને ડેરી ફાર્મિંગ લોન યોજના વિશે તમામ માહિતી આપીશું. અને આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા શું છે ? તેમાં અરજી કરવા દસ્તાવેજો કયા કયા જરૂર પડશે ? વગેરે વિશેની પણ માહિતી આપીશું.

ડેરી ફાર્મિંગ લોન યોજના 2024 | Dairy Farming Loan 2024

મિત્રો જણાવી દઈએ કે ડેરી ફાર્મિંગ લોન યોજના એક એવી યોજના છે જેમાં તમારી પાસે ગાય, ભેંસ, ઘેટા,બકરી વગેરે હોય છે તો તેના આધારે બેંક દ્વારા અથવા તો કોઈ ફાઇનાન્સ કંપની દ્વારા લોન આપવામાં આવે છે. મિત્રો ડેરી ફાર્મિંગ પણ એક પ્રકારનું બિઝનેસ છે અને આજના સમયમાં તેમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે તેની માંગ વધી રહી છે. ઘણા બધા મિત્રો અત્યારે આ બિઝનેસ શરૂ કરવા માંગે છે પરંતુ તેમની પાસે પૈસા હોતા નથી. તો તમે સરકાર દ્વારા આ યોજનાનો લાભ લઈને સરળતાથી ડેરી ફાર્મિંગનો બિઝનેસ શરૂ કરી શકો છો.

ગ્રામીણ વિસ્તારમાં બેરોજગાર નાગરિકોને સ્વરોજગાર સ્થાપિત કરવા માટે ના ઉદ્દેશ્યથી ડેરી ફાર્મિંગ લોન યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. અને આ યોજના હેઠળ તમામ ઇચ્છુક તેમજ પાત્રતા ધરાવતા નાગરિકો પોતાનો ડેરી ફાર્મિંગ બિઝનેસ શરૂ કરવા માટે લોન લઈ શકે છે.

આ બેંકો આપે છે ડેરી ફાર્મિંગ લોન

મિત્રો સરકારની ડેરી યોજનામાં નીચેની બેંકો જોડાયેલી છે જે તમને લોન આપે છે.

  • બેંક ઓફ બરોડા
  • પંજાબ નેશનલ બેંક
  • એચડીએફસી બેન્ક
  • આઇસીઆઇસીઆઇ બેન્ક
  • બેંક ઓફ ઇન્ડિયા
  • સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા
  • ફેડરલ બેંક
  • કેનેરા બેંક
  • સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા

ડેરી ફાર્મિંગ લોન પર લાગતુ વ્યાજ દર

મિત્રો જો તમે સરકારની ડેરી ફાર્મિક લોન યોજનામાંથી કોઈપણ બેંક અથવા સંસ્થામાંથી ડેરી ફાર્મિક લોન લો છો. તો તમને જણાવી દઈએ કે જુદી-જુદી બેગ દ્વારા લોન લેવા પર તમારે વ્યાજદર પણ જુદું જુદું ચૂકવવાનું હોય છે. તો તમે જે બેગ દ્વારા આ યોજનામાં લોન લેવા માંગો છો તો તમે તે બેંકની શાખામાં જઈ અથવા તો તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ ડેરી ફાર્મિંગ લોન પર વ્યાજ દર કેટલું છે ? તેની માહિતી મેળવી શકો છો.

ડેરી ફાર્મિંગ લોન માટે પાત્રતા

  • તમે જે વિસ્તારમાં ડેરી ફાર્મિંગ ની શરૂઆત કરવા માંગતા હોય તો તે વિસ્તારના મૂળ રહેવાસી હોવા જોઈએ.
  • ડેરી ફાર્મિંગ લોન લેવા માટે તમારી પાસે પશુ હોવા જરૂરી છે.
  • આ લોનમાં અરજી કરવા ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 65 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • આ યોજનામાં અરજી કરવા તમારી પાસે 5 પશુઓ માટે 0.25 એકડ જમીન હોવી જોઈએ.
  • જો તમારી પાસે પોતાની જમીન નથી તો તમે કોઈ જમીન ભાડા પર લઈને બેંક દ્વારા એગ્રીમેન્ટ કરાવીને તેના પર આ ડેરી ફાર્મિક લોન લઈ શકો છો.

ડેરી ફાર્મિંગ લોન માટે અરજી કરવા જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • રેશનકાર્ડ
  • પાછળના 9 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
  • બેન્ક એકાઉન્ટ પાસબુક
  • ડેરી ફાર્મ બિઝનેસ રિપોર્ટ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • અને એપ્લિકેશન ફોર્મ

આ પણ વાંચો: SBI tarun mudra Loan Yojana 2024 : એસબીઆઇ તરુણ મુદ્રા લોન યોજના,વ્યવસાય શરૂ કરવા મેળવો રૂપિયા 10 લાખ સુધીની લોન

ડેરી ફાર્મિંગ લોન યોજના માટે અરજી પ્રક્રિયા | Dairy Farming Loan 2024

  • ડેરી ફાર્મ લોન માટે અરજી કરવા સૌપ્રથમ તમારે પોતાની નજીકની બેંક શાખામાં જવાનું રહેશે.
  • તેના પછી તમારે આ યોજનામાં લોન લેવા બેંક મેનેજર સાથે વાત કરવાની રહેશે.
  • ત્યારબાદ તમારે આ યોજનાનું એપ્લિકેશન ફોર્મ મેળવવાનું રહેશે. જે તમને બેંકના કર્મચારી દ્વારા આપવામાં આવશે.
  • હવે તમારે મેળવેલ એપ્લિકેશન ફોર્મ માં પૂછવામાં આવેલી તમામ જાણકારી ધ્યાનપૂર્વક વાંચીને ભરવાની છે.
  • એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી તમારે તેની સાથે જરૂરી દસ્તાવેજ પણ અટેચ કરવાના છે.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ તમારે બેંકના અધિકારીને ચેક કરવા માટે આપવાનું છે. મેનેજર દ્વારા તેનું અપ્રુવલ કરવામાં આવશે.
  • તેના થોડાક જ સમય પછી લોનની રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: Pm vishwakarma e voucher kaise use kare: પીએમ વિશ્વકર્મા યોજનામાં મળેલ ટૂલકીટ નો ઉપયોગ કેવી રીતે કરવો ? અહીં જાણો વાઉચર રીડીમ કરવાની પ્રક્રિયા

નિષ્કર્ષ | conclusion

મિત્રો આજના આ લેખમાં અમે તમને ડેરી ફાર્મિંગ લોન યોજના વિશે તમામ માહિતી આપી છે. જો તમારી પાસે પૈસા નથી અને તમે ડેરી ફાર્મિંગનું બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમે સરકારની આ યોજનાનો લાભ લઇ શકો છો. આ યોજનામાં લોન લેવાની એપ્લિકેશન પ્રક્રિયા અમે સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવેલી છે.

 

Hey, My Name is Bhavesh From jamnagar, Gujarat & I Have Been Blogging Since 2 year Ago. I Have 2+ Websites Which I Manage by Myself. Currently I Have running second year My BCA (Bachelor of Computer Application) Degree.

Leave a Comment