jan rakshak Yojana gujrat 2024:જન રક્ષક યોજના ગુજરાત,112 નંબર ડાયલ કરવાથી મળશે પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ઈમરજન્સી સેવાઓ

jan rakshak Yojana gujrat 2024: નમસ્તે મિત્રો, ભારત કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકોની સહાય કરવા ઘણી બધી યોજનાઓનુ સંચાલન કરવામાં આવે છે. અને આ યોજનાઓ લાભ દેશના કરોડો લોકો અત્યારે મેળવી રહ્યા છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ નાગરિકોની સહાય માટે યોજનાઓ બહાર પાડે છે. જેમ કે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પશુપાલન યોજના વગેરે ચલાવવામાં આવે છે તેમજ તેના સંચાલન માટે આઇ ખેડૂત પોર્ટલ પણ બનાવેલું છે. બાળકો માટે પણ શિષ્યવૃત્તિ યોજના મહિલાઓ માટે પણ લાભદાય યોજનાઓ લોન્ચ કરેલી છે. આજના આ લેખમાં અમે તમને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બજેટ 2024 માં બહાર પાડેલી યોજના વિશે માહિતી આપીશું જેનું નામ છે જન રક્ષક યોજના.

jan rakshak Yojana gujrat 2024

જન રક્ષક યોજના ગુજરાત | jan rakshak Yojana gujrat 2024

જણાવી દઈએ કે બજેટ 2024 માં હમણાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ઘણી બધી માહિતી બહાર પાડી છે. જેમાં એક યોજના પણ લોન્ચ કરવામાં આવેલી છે જેનું નામ છે જન રક્ષક યોજના. આ યોજનામાં નાગરિકોને તાત્કાલિક સેવાઓ આપવામાં આવશે. જેમકે પોલીસ ફાયર બ્રિગેડ અને અન્ય ઈમરજન્સી સેવાઓ.

તમારે પોતાના મોબાઈલ ફોનમાં ફક્ત 112 નંબર ડાયલ કરવાનો છે. ત્યારબાદ તમારે જેની જરૂર હોય તે જેમ કે પોલીસ ફાયર બ્રિગેડ અને અન્ય ઈમરજન્સી સેવાઓ તરત જ હાજર થઈ જશે. જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો પોલીસ તમારા સ્થાન પર 30 મિનિટમાં અને શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં આ યોજના થકી હાજર થઈ જશે. જેના માટે કંપની દ્વારા ઇમર્જન્સી કીઓસ્ક લોન્ચ કરવામાં આવ્યું છે.

શું છે ઇમર્જન્સી કીઓસ્ક ?

આપણા ભારત દેશમાં એક પ્રાઇવેટ કંપની દ્વારા લોકોના જીવનું રક્ષણ કરવા માટે ઇમરજન્સી સેવાઓ આપવા માટે એક પ્રોડક્ટ બનાવવામાં આવી છે. અને આ પ્રોડક્ટ ની પેટન્ટ પણ આપવામાં આવેલી છે. અને છેલ્લા બે વર્ષથી આ કંપની ઈમરજન્સી કિઓસ્ક માટે પ્રયત્ન કરી રહી હતી. જાહેર માર્ગ પર જે જનતા અવરજવર કરી રહી છે તેમના ઉપયોગ માટે આ ઈમરજન્સી કિઓસ્ક લોન્ચ કરવામાં આવેલ છે.

ઇમર્જન્સી કીઓસ્કમાં મળતી સુવિધા

મિત્રો જણાવી દઈએ કે આ ઈમરજન્સી કીઓસ્કમાં ત્રણ બટનો આપવામાં આવેલા છે. જેમાં એક બટન પોલીસ માટે બીજું બટન ફાયર બ્રિગેડ માટે અને ત્રીજું બટન એમ્બ્યુલન્સ માટે આપેલું છે. અને આ મશીનમાં જ્યારે આગ લાગી હોય ત્યારે કંટ્રોલ મેળવવા માટે ફાયર એક્સ્ટેન્ગ્યુસર બટન આપેલું હોય છે. અને જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ અટેક આવે તો તેના માટે ફર્સ્ટએડ કીટ પણ આપવામાં આવેલી છે. જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ અટેક આવે છે તો તેને સામાન્ય રીતે સીપીઆર આપવામાં આવે છે પરંતુ આ તેનાથી એક એડવાન્સ ઉપાય છે.

બજેટ 2024 માં લોન્ચ થઈ જન રક્ષક યોજના

ગુજરાત રાજ્યના નાણાપ્રધાન શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2024-25 નુ 12 ફેબ્રુઆરીના દિવસે વાર્ષિક બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. અને આ બજેટમાં કનુભાઈ દેસાઈ શ્રી એ વિકસિત ગુજરાતનો 20147 સુધીનો એક રોડ મેપ બહાર પાડ્યો હતો. અને આ બજેટમાં તેમના દ્વારા ઘણી બધી મહત્વની જાહેરાતો પણ કરવામાં આવી હતી. અને આ જાહેરાતમાં તેમના દ્વારા યોજનાની જાહેરાત કરવામાં આવેલી જતી જે યોજનામાં 112 નંબર સંકળાયેલો છે. યોજનાનું નામ છે જનરક્ષક યોજના. જેમાં તાત્કાલિક સમયે 112 નંબર ડાયલ કરવાથી તરત જ પોલીસ ફાયર બ્રિગેડ અને બીજી તાત્કાલિક સેવાઓ તમને આપવામાં આવશે.

આ પણ વાંચો: Namo Sarasvati Yojana 2024: નમો સરસ્વતી યોજના 2024, વિદ્યાર્થીઓને મળશે કુલ રૂપિયા 25000 ની શિષ્યવૃત્તિ, જાણો કોણ લઇ શકે છે યોજનાનો લાભ

યોજના માટે લાવ્યા 1100 જનરક્ષક વાહન

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની ઇમર્જન્સી સેવાઓ આપવા માટે જનરક્ષક યોજના શરૂ કરવામાં આવેલી છે. અને આ યોજનામાં સહાય કરવા સમગ્ર ગુજરાત રાજ્યના પોલીસ અને અન્ય સેવાઓથી સાધનોથી સુસર્જન 1100 જનરક્ષક વાહનો આ યોજના સાથે બહાર પાડવામાં આવેલા છે. અને આ યોજનામાં 112 નંબર ડાયલ કરવાથી ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં અને શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં પોલીસ તમારા સ્થળ પર પહોંચી જશે.

આ પણ વાંચો: Gujrat electric bike sahay 2024: ગુજરાત ઇલેક્ટ્રીક બાઈક સહાય 2024, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રીક બાઈક ખરીદવા પર મળશે સબસીડી, અરજી કરવા માટે અહી ક્લિક ક્લિક કરો.

નિષ્કર્ષ | conclusion

મિત્રો આજના આ લેખમાં અમે તમને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બજેટ 2024 માં લોન્ચ કરવામાં આવેલ જન રક્ષક યોજના વિશે માહિતી આપેલી છે. આ યોજનામાં રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને ઈમરજન્સી સેવાઓ આપવામાં આવે છે જેમાં 112 નંબર ડાયલ કરવાથી પોલીસ ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થશે.

Hey, My Name is Bhavesh From jamnagar, Gujarat & I Have Been Blogging Since 2 year Ago. I Have 2+ Websites Which I Manage by Myself. Currently I Have running second year My BCA (Bachelor of Computer Application) Degree.

Leave a Comment