Online Jantri gujrat 2024: શું છે જંત્રી દર ગુજરાત 2024? આ રીતે ચેક કરો ઓનલાઈન જમીનના સરકારી ભાવ

Online Jantri gujrat 2024: નમસ્તે મિત્રો, જો તમે અત્યારે જમીન ખરીદવા ઇચ્છતા હોય તો તમારે સૌ પ્રથમ તેના ભાવ જાણી લેવા જોઈએ. તમે એક રીત મુજબ ઓનલાઇન માધ્યમમાં જમીનના સરકારી ભાવ જાણી શકો છો. હવે તમારે જમીનના સરકારી ભાવ જાણવા માટે સરકારી ઓફિસમાં જવાનું રહેશે નહીં તમે સંપૂર્ણપણે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા તે જોઈ શકો છો. ગુજરાત રાજ્યમાં જમીનના ભાવ જાણવા માટે તમારે ફક્ત ગુજરાત રાજ્યની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ત્યાં થોડી ઘણી પ્રક્રિયા કરીને તમે જમીનના સરકારી ભાવ જાણી શકશો. આજે અમે પોતાના લેફ્ટ દ્વારા ઓનલાઈન જંત્રી ગુજરાત 2024 વિશે તમને મહત્વની જાણકારી આપીશું.

Online Jantri gujrat 2024- આ રીતે ચેક કરો ઓનલાઈન જમીનના સરકારી ભાવ – જંત્રી દર ગુજરાત 2024

Online Jantri gujrat 2024

શું છે આ જંત્રી દર ? Online Jantri gujrat 2024

જમીનનો સરકારી ભાવ હોય છે તેને જંત્રી દર કહેવામાં આવે છે. ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યમાં રહેલી જમીનનો દર વર્ષે તેનો ભાવ નક્કી કરવામાં આવે છે. અને આ જમીનનો સરકારી ભાવ તે જમીનનો ઉપયોગ ક્યાં થાય છે તેનું સ્થાન કયું છે અને તેની ગુણવત્તા વગેરે જેવા વિવિધ પરિબળો પર આધાર રાખે છે અને તેના આધારે નક્કી કરવામાં આવે છે. અત્યારે ગુજરાતમાં જમીનનો સરકારી ભાવ શું ચાલી રહ્યું છે તે તમે ગુજરાત રાજ્યની રેવન્યુ વિભાગની ઓફિસિયલ વેબસાઈટની ઓનલાઇન માધ્યમમાં પણ ચેક કરી શકો છો.

ગુજરાતમાં જમીનના સરકારી ભાવ ( જંત્રી દર) ચેક કરવાના સ્ત્રોત- જંત્રી દર ગુજરાત 2024

અત્યારના સમયમાં ગુજરાત રાજ્યમાં જમીનનો જે સરકારી ભાવ ચાલી રહ્યો છે તે તમે નીચે મુજબના જુદા જુદા સ્ત્રોતોના આધારે જાણી શકો છો.

તમે તેને મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ જોઈ શકો છો. ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા જંત્રી ગુજરાત નામની એક મોબાઇલ એપ્લિકેશન બનાવવામાં આવેલી છે. તમે પોતાના મોબાઈલ ફોનમાં google play store માંથી અથવા એપલ એપ સ્ટોરમાંથી જંત્રી ગુજરાત એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને તેના દ્વારા પોતાના મોબાઈલમાંથી જંત્રી દર ચેક કરવા માટેની સરકાર દ્વારા મંજૂરી મેળવી શકો છો.

રાજ્યમાં રજીસ્ટર મિલકત વેપારી અથવા વકીલ દ્વારા પણ તમે જંત્રીદાર એટલે કે જમીનનો સરકારી ભાવ કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર ચેક કરી શકો છો. જો તમારી અત્યારે ગુજરાત રાજ્યમાં જમીનનો સરકારી ભાવ જાણવો છે(જંત્રી દર ગુજરાત 2024 ચેક કરવો છે) પરંતુ તમને મુશ્કેલી પડી રહી છે તો તમે રાજ્યમાં રજીસ્ટર કરાયેલા મિલકત વેપારી અથવા વકીલની સલાહ લઈ શકો છો અને તેના આધારે મળેલા માર્ગદર્શન જમીનનો સરકારી ભાવો ચેક કરી શકો છો.

જંત્રી દર ગુજરાત 2024 માટે તમે પોતાના વિસ્તારના સ્થાનિક તાલુકા અથવા મહેસુલ કચેરી મથી પણ તેની માહિતી મેળવી શકો છો. તેના માટે સૌપ્રથમ તમારે પોતાના વિસ્તારના સ્થાનિક તાલુકા અથવા મહેસુલ કચેરીની મુલાકાત લેવાની રહેશે અને તેના કર્મચારીઓ પાસેથી તમે માહિતી મેળવી શકો છો.

શું હોય છે સ્ટેમ્પ ડ્યુટી ?

મિત્રો જો તમને અત્યાર સુધી એ માહિતી નથી કે સ્ટેમ્પ ડ્યુટી શું હોય છે ? તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આજે એને જણાવીશું કે સ્ટેમ્પ ડ્યુટી શું હોય છે. જ્યારે આપણે કોઈ નવી જમીન ખરીદીએ છીએ ત્યારે તેની રજીસ્ટ્રેશન માટે સરકાર દ્વારા કેટલો ટેક્સ વસૂલવામાં આવે છે જેને સ્ટેમ્પ ડ્યુટી કહેવામાં આવે છે. તમે જે જમીન ખરીદી છે તેની કિંમતના આધારે આ સ્ટેમ્પ ડ્યુટી નો ભાવ એટલે કે ટેક્સ જુદો જુદો હોય છે.

  • તેમાં મુળદર 3.5% હોય છે.
  • ઉપર લાગતો સરચાર્જ 1.4% હોય છે.
  • એટલે કે ટોટલ સ્ટેમ્પ ડ્યુટી 4.9% હોય છે.
  • આ ઉપરાંત તમારે તેમાં 1% જેટલો રજિસ્ટ્રેશન શુલ્ક પણ ચૂકવવાનો હોય છે.

એક ઉદાહરણ દ્વારા તમને સમજાવીએ કે જો તમે અત્યારે જમીન ખરીદી છે અને તેનો ભાવ રૂપિયા દસ લાખ છે તો તમારે નીચે મુજબની સ્ટેમ્પ ડ્યુટી ટેક્સ તરીકે ભરવી પડશે.

  • મૂળ દર= રૂપિયા 10 લાખ પર 3.5% એટલે કે ₹35,000
  • લાગતો સરચાર્જ= ₹35,000*1.4%= રૂપિયા 490
  • ટોટલ સ્ટેમ્પ ડ્યુટી₹35,000+ ₹490= ₹35,490
  • રજીસ્ટ્રેશન ફી રૂપિયા 10 લાખના 1% એટલે રૂપિયા 10 હજાર

ગુજરાતમાં જમીનના સરકારી ભાવ ( જંત્રી દર) ચેક કરવાની ઓનલાઈન પ્રક્રિયા | Online Jantri gujrat 2024

  • તમારે ગુજરાતમાં જમીનના સરકારી ભાવ એટલે કે જંત્રી દર ચેક કરવા માટે સૌપ્રથમ ગુજરાત રેવન્યુ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ- https://revenuedepartment.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
  • અહીં તેના હોમ પેજ પર તમને જંત્રી ઓપ્શન આપેલું હશે તેના પર ક્લિક કરો.
  • તમારે હવે અહીં પોતાના જિલ્લા, તાલુકા અને ગામની પસંદગી કરવાની રહેશે.
  • ત્યારબાદ તમારે પોતાના ગામનો પ્રકાર એટલે કે શહેરી કે ગ્રામીણ પસંદ કરવાનું છે.
  • તમે શેના માટે જમીન ખરીદવા કે વેચવા જઈ રહ્યા છો તેની પસંદગી કરવો ઉદાહરણ તરીકે ખેતી, રહેણાંક,વ્યાપાર વગેરે.
  • જો તમે જાણતા હોય તો અહીં પોતાનો પ્લોટ નંબર દાખલ કરો.
  • આ પ્રક્રિયા થઈ ગયા પછી સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સામે નવા પેજ પર તમે તે જમીનનો સરકારી ભાવ અને અન્ય માહિતી જોઈ શકો છો.

મોબાઇલ એપ્લિકેશન દ્વારા કેવીરીતે ગુજરાત જંત્રી દર ચેક કરવો


હવે તમે તમારા મોબાઇલ એપ્લિકેશન દ્વારા તમારા જંત્રી દર ગુજરાતને ઓનલાઇન ચેક કરી શકો છો એના માટે તમારે નીચેના પગલાઓ અનુસરવા પડશે?

પગલું 1: તમારા પ્લે સ્ટોર પરથી જંત્રી દર ગુજરાત મોબાઈલ એપ ડાઉનલોડ કરો.

પગલું 2: જેમાં તમારી મિલકતના સ્થાનની વિગતો દાખલ કરો, જેમ કે, જિલ્લો, તાલુકા, ગામ, વગેરે.

પગલું 3: ત્યાર બાદ, જંત્રી દર ગુજરાત તપાસવા માટે જંત્રી બતાવો બટન પર ક્લિક કરો અને જુઓ.

નોંધ: ગુજરાત રાજ્ય સરકારે હજુ સુધી કોઈ પણ મોબાઈલ એપ લોન્ચ કરી નથી જે જંત્રી દર ગુજરાતની માહિતી પૂરી પાડે છે. એપ સ્ટોર્સ પર ઉપલબ્ધ તમામ જંત્રી દર ગુજરાત મોબાઈલ એપ્સ તૃતીય-પક્ષ છે. સુરક્ષા હેતુઓ માટે ગુજરાતમાં તમારી મિલકતના જંત્રી દરો મેળવતી વખતે તમે ગોપનીય માહિતી પ્રદાન કરશો નહીં તેની ખાતરી કરો.

જંત્રી દર ગુજરાત મેળવવા માટે જરૂરી દસ્તાવેજો

જંત્રીના દરો મેળવવા માટે નીચેના દસ્તાવેજો આપવા જરૂરી છે:

  • જમીન ટાઇટલ ડીડ / સેલ ડીડની નકલ
  • જમીન બોજ પ્રમાણપત્રની નકલ
  • નોંધણી દસ્તાવેજોની નકલ
  • પટ્ટા દાર પાસબુકની નકલ

નિષ્કર્ષ | conclusion

મિત્રો આજના આ લેખમાં અમે તમને ગુજરાત જંત્રી દર ઓનલાઈન માધ્યમમાં કેવી રીતે ચેક કરવો તેના વિશે. એની સાથે જંત્રીદાર શું હોય છે તે જાણવાના બીજા અન્ય સ્ત્રોત કયા છે તેના વિશેની પણ માહિતી આપી છે. તમે ઉપર જાણેલી પ્રક્રિયા મુજબ પોતાની જમીન અથવા તો અન્ય જમીનનો સરકારી ભાવ ચેક કરી શકો છો.

Hey, My Name is Bhavesh From jamnagar, Gujarat & I Have Been Blogging Since 2 year Ago. I Have 2+ Websites Which I Manage by Myself. Currently I Have running second year My BCA (Bachelor of Computer Application) Degree.

Leave a Comment