pm Ujjawala Yojana 2.0: પીએમ ઉજ્વલા યોજના 2.0, મહિલાઓને મળશે મફત ગેસ સિલિન્ડર અને ₹450 સબસીડી, અહિ કરો અરજી

pm Ujjawala Yojana 2.0: નમસ્તે મિત્રો, 1 મે 2016 ના રોજ આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનુ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ ડિપાર્ટમેન્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાના માધ્યમથી દેશના તમામ ગરીબ પરિવારના સભ્યોને અને રેશનકાર્ડ ધારક મહિલાઓને રસોઈ ગેસ કનેક્શન આપવામાં આવે છે. જેના કારણે મહિલાઓને લાકડા, કોલસો અને ચુલાથી રાહત મળે. અને વાતાવરણનું પ્રદૂષણ પણ ઓછું થાય. અને આ ગેસ કનેક્શન તમામ લાભાર્થી વ્યક્તિઓને એકદમ મફતમાં આપવામાં આવે છે.

રાજ્યોમાં આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા પ્રકારના લાભ આપવામાં આવે છે. વર્તમાન સમયમાં પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના નું બીજું ચરણ ચાલુ કરવામાં આવેલું છે. જેને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 2.0 નામ આપવામાં આવ્યું છે. જે મહિલાઓએ અત્યાર સુધી આ યોજનાનો લાભ લીધેલો નથી તેઓ આ યોજના હેઠળ અરજી કરી શકે છે અને લાભ લઇ શકે છે.આજનો અમારો લેખ તમારા માટે એકદમ ખાસ છે. કેમ કે આજના આ લેખમાં અમે તમને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 2.0 વિશે તમામ માહિતી આપીશું.

પીએમ ઉજ્વલા યોજના 2.0 શું છે ?

ગ્રામ્ય વિસ્તારની તેમજ ચહેરી વિસ્તારની તમામ ગરીબ પરિવારની મહિલાઓ અને બહેનોને એકદમ સ્વચ્છ પ્રદૂષણ રહિત ઇંધણ પ્રદાન કરવાના ઉપદેશ હતી આ યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે જેમાં તેમને ગેસ કનેક્શન ઉપલબ્ધ કરવામાં આવે છે. આ ગેસ કનેક્શન મહિલાઓને એકદમ મફતમાં આપવામાં આવે છે. અને આ યોજનામાં ગેસ રિફિલ કરવા પર સરકાર દ્વારા સબસીડી પણ આપવામાં આવે છે. આ સબસીડી ની રકમ જુદા જુદા રાજ્યમાં અલગ અલગ રાખવામાં આવેલી છે. સબસીડીની ન્યૂનતમ રકમ રૂપિયા ૨૦૦ છે અને મહત્તમ રકમ ₹450 છે.

પીએમ ઉજ્વલા યોજના 2.0 નો ઉદ્દેશ્ય

આપણે જાણીએ છીએ તેમ ઘણા વર્ષોથી દરેકના ઘરમાં ખોરાક બનાવવા માટે મહિલાઓ કોલસો અને લાકડીનો ઉપયોગ કરતી હતી. અને જેને કારણે પરિવારના સભ્યો પર તેની ખરાબ અસર થતી હતી. અને તેને કારણે પર્યાવરણમાં પણ નુકસાન થતું હતું પ્રદૂષણ ફેલાતું હતું. અને આ તમામ સમસ્યાઓને દૂર કરવા માટે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ની શરૂઆત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય વધારેમાં વધારે પરિવારોને સ્વચ્છ ઇંધણ ઉપલબ્ધ કરાવવાનો છે. જેના કારણે મહિલાઓના જીવનસ્તરને ઉપર લાવી શકાય. અને આ મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં.

પીએમ ઉજ્વલા યોજના 2.0 મા મળતા લાભ અને વિશેષતાઓ

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના એક મહિલા કલ્યાણકારી યોજના છે. આ યોજના હેઠળ તમામ ગરીબ પરિવારની મહિલાઓને રસોઈ ગેસ ચૂલો અને સૌ પ્રથમ સિલિન્ડર મફતમાં આપવામાં આવે છે. અને તેની સાથે ગેસ સિલિન્ડર રીફીલ કરાવવા પર તેમને સબસીડી પણ આપવામાં આવે છે. જુદા જુદા રાજ્યોમાં આ સબસીડી ન રકમ જુદી જુદી રાખવામાં આવેલી છે. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 2.0 એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ યોજના છે.

પીએમ ઉજ્વલા યોજના 2.0 માં અરજી કરવા માટે પાત્રતા માપદંડ

  • પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 2.0 મા ફક્ત મહિલાઓ જ અરજી કરી શકે છે.
  • અરજી કરનાર મહિલા ઉમેદવાર ભારતની રહેવાસી હોવી જોઈએ.
  • મહિલા લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ
  • જો લાભાર્થી મહિલા ગ્રામ્ય વિસ્તારમાં રહે છે તો તેના પરિવારની વાર્ષિક આવક એક લાખથી વધારે હોવી જોઈએ નહીં
  • જો લાભાર્થી મહિલા શહેરી વિસ્તારની છે તો તેના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 2 લાખથી વધારે હોવી જોઈએ નહીં.
  • અને તે બાબત જરૂરી છે કે અરજી કરનાર મહિલા પરિવારનો કોઈ પણ સભ્ય આ યોજનામાં પહેલેથી લાભ લેતા હોવા જોઈએ નહીં.

આ પણ વાંચો: LIC bachat yojana 2024: માત્ર ₹45 ના રોકાણ પર મળશે રૂપિયા 25 લાખ, જુઓ lic ની જોરદાર પોલિસી

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 2.0 અરજી કરવા દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • રેશનકાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • બેન્ક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

આ પણ વાંચો: Narega job card Gujarat 2024: નરેગા જોબકાર્ડ ગુજરાત 2024, ગ્રામ્ય ક્ષેત્રમાં નાગરિકોને મળશે રોજગાર, આ રીતે કરો યોજનામાં અરજી

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 2.0 અરજી પ્રક્રિયા | pm Ujjawala Yojana 2.0

  • આ યોજનાનો લાભ લેવા અરજી કરવા સૌપ્રથમ અધિકારી વેબસાઈટ પર જવાનું રહેશે.
  • આ વેબસાઈટ ના હોમ પેજ પર દેખાતા ઉજ્વલા યોજના 2.0 ના વિકલ્પની પસંદગી કરો.
  • હવે તમારી સામે ઘણી બધી ગેસ કંપનીઓની યાદી દેખાશે તેમાંથી કોઈ એકની પસંદગી કરો.
  • હવે પોતાના મોબાઈલ નંબર અને ઓટીપી ની મદદથી રજીસ્ટ્રેશન કરો આ રજીસ્ટ્રેશન થઈ ગયા પછી એપ્લિકેશન ફોર્મ મેળવો.
  • આ એપ્લિકેશન ફોર્મ માં પૂછવામાં આવેલી તમામ જાણકારી સારી રીતે ભરો.
  • માંગવામાં આવેલા તમામ આવશ્યક દસ્તાવેજો અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ વિકલ્પની પસંદગી કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે આ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ શકો છો.

નિષ્કર્ષ | conclusion

મિત્રો આજના આ લેખમાં અમે તમને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ના બીજા ચરણ એટલે કે પીએમ ઉજ્વલા યોજના 2.0 વિશે માહિતી આપેલી છે. આ યોજના મહિલાઓ માટે ચલાવવામાં આવે છે જેમાં તેમને મફતમાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. ત્યારબાદ ગેસ સિલિન્ડર રિફિલ કરાવવા પર ₹450 સુધીની સબસીડી પણ મળે છે. જે મહિલાઓએ આ યોજનાનો લાભ લીધો નથી તો હવે લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી તેની પ્રક્રિયા પણ જણાવેલી છે.

Hey, My Name is Bhavesh From jamnagar, Gujarat & I Have Been Blogging Since 2 year Ago. I Have 2+ Websites Which I Manage by Myself. Currently I Have running second year My BCA (Bachelor of Computer Application) Degree.

Leave a Comment