vahli dikri yojana in gujarati: વ્હાલી દિકરી યોજના ગુજરાત 2024, સરકાર દ્વારા દિકરીઓને મળશે રૂપિયા 1,10,000 ની સહાય, અહિ જાણો કેવી રીતે કરવી અરજી

vahli dikri yojana in gujarati: નમસ્તે મિત્રો, ભારત સરકાર દ્વારા મહિલાઓ અને બાલિકાઓની સહાય તેમજ ઉન્નતિ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાંની એક યોજના વ્હાલી દીકરી યોજના છે. મિત્રો આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે ચલાવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાલિકાઓની નાણાકીય સહાય કરીને તેમના જીવનને સરળ બનાવવાનો છે.

vahli dikri yojana in gujarati

વ્હાલી દીકરી યોજનાને પ્યારી બેટી યોજના ના નામે પણ ઓળખવામાં આવે છે. અત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી સત્ર માટે આ યોજના માટે 133 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. આ યોજના દ્વારા બાલિકાઓના વિકાસમાં મદદ મળશે. યોજના દ્વારા સરકાર બાલિકા ભૃણ હત્યા રોકવાનો એક પ્રયત્ન કરી રહી છે. આજના આ લેખમાં અમે તમને યોજના વિશેની તમામ માહિતી આપીશું.

વ્હાલી દીકરી યોજના 2024 શું છે ? । vahli dikri yojana in gujarati

મિત્રો વ્હાલી દિકરી યોજના 2024 એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બાલિકાઓના વિકાસ તેમના શિક્ષણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં રહેતા પરિવારની પહેલી બે દીકરીઓને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કુલ 1 લાખ 10 હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે.

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના
રાજ્યગુજરાત
લાભાર્થીગુજરાત રાજ્યના તમામ રહેવાસી પરિવારની બાલિકાઓ
સહાયની રકમરૂપિયા 1 લાખ 10 હજાર
ક્યારે શરૂ થઈ યોજના2019
અરજી માધ્યમઓફલાઈન
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો.

વ્હાલી દિકરી યોજનામાં મળતી સહાયની રકમ

મિત્રો આ યોજનામાં પાત્રતા ધરાવતી દીકરીઓ એટલે કે બાલિકાઓને કુલ રૂપિયા એક લાખ દસ હજારની સહાય કરવામાં આવે છે મિત્રો આ સહાયની રકમ તેમને ત્રણ ચરણમાં આપવામાં આવે છે.

  • પ્રથમ ચરણ- જ્યારે દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ લે છે ત્યારે તેને સરકાર દ્વારા રૂપિયા 4000 ની સહાય કરવામાં આવે છે. જે તેના બેન્ક એકાઉન્ટમાં સીધાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
  • દ્વિતીય ચરણ- જ્યારે દીકરી 9મા ધોરણમાં પ્રવેશ લે છે ત્યારે તેમને રૂપિયા 6,000 ની આર્થિક સહાય કરવામાં આવે છે.
  • તૃતીય ચરણ- જ્યારે દીકરી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આગળ વધે છે અથવા તો તેના લગ્ન થાય છે ત્યારે સરકાર દ્વારા રૂપિયા 1 લાખની સહાય કરવામાં આવે છે.

વ્હાલી દીકરી યોજના 2024 પાત્રતા

  • યોજનાનો લાભ લેનાર ઉમેદવાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવારની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 2 લાખથી ઓછી હોવી જોઈએ.
  • વ્હાલી દીકરી યોજનાનો લાભ કુટુંબની પહેલી બે દીકરીઓને જ મળશે.
  • જે દીકરીઓ 2/8/2019 પછી જન્મ લીધેલો છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • અરજી કરનાર દીકરી અભ્યાસ કરતી હોવી જોઈએ.

યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • લાભાર્થી દીકરીના માતા-પિતાનું આધારકાર્ડ
  • કુટુંબનું આવકનું પ્રમાણપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર
  • જન્મ પ્રમાણપત્ર
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

આ પણ વાંચો: કુંવરબાઈ નુ મામેરુ યોજના 2024: સરકાર આપશે ગરીબ દિકરીઓના કલ્યાણ માટે 12,000 ની સહાય, અહીં થી ઓનલાઇન ફોર્મ ભરો

વ્હાલી દીકરી યોજના 2024 માં અરજી કરવા માટેની પ્રક્રિયા | vahli dikri yojana 2024

  • આ યોજનામાં અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
  • હવે તેના હોમ પેજ પર તમને આ ભરતીનુ એપ્લિકેશન ફોર્મ મળશે અને તેની સાથે કેટલીક માહિતી આપેલી છે તેને સારી રીતે વાંચો.
  • આ એપ્લિકેશન ફોર્મને ડાઉનલોડ કરો.
  • ડાઉનલોડ કરેલ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ માં માગવામાં આવેલી તમામ જરૂરી માહિતી જ્ઞાનપૂર્વક વાંચીને સારી રીતે ભરો.
  • આ એપ્લિકેશન ફોર્મ સાથે માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ ને તમે તમારા નજીકના આંગણવાડી કેન્દ્ર/ ગ્રામ પંચાયત અથવા જિલ્લા કાર્યાલય અને બાળ અધિકારી કાર્યાલય પાસે જમા કરાવી શકો છો.
  • તમારી આ અરજીપત્ર અને જરૂરી દસ્તાવેજો ને અધિકારી દ્વારા ચેક કરવામાં આવશે.
  • ચકાસણી પૂર્ણ થયા પછી સહાયની રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: Mahila samriddhi Yojana 2024: મહિલા સમૃદ્ધિ યોજના 2024, આ મહિલાઓને મળશે સરકાર દ્વારા રૂપિયા 1,50,000 ની લોન સહાય, અહી જાણો કેટલું હશે વ્યાજદર અને અરજી પ્રક્રિયા

નિષ્કર્ષ | conclusion

મિત્રો આજના આ લેખ દ્વારા અમે તમને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દીકરીઓ માટે ચલાવવામાં આવતી વહાલી દીકરી યોજના 2024 વિશે સંપૂર્ણ માહિતી આપી છે. તમે ઉપર જણાવેલ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ અનુસરીતે યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકો છો.

Hey, My Name is Bhavesh From jamnagar, Gujarat & I Have Been Blogging Since 2 year Ago. I Have 2+ Websites Which I Manage by Myself. Currently I Have running second year My BCA (Bachelor of Computer Application) Degree.

Leave a Comment